અયોધ્યા રામજન્મ ભૂમિમાં સરવડના વિશ્વ વિખ્યાત ભવાઈ મંડળે ડંકો વગાડ્યો

- text


મોરબી જિલ્લાના હિરજી કેશવજી ભવાઈ મંડળ દ્વારા ઉતરપ્રદેશ સરકારના દીપોત્સવી પર્વ અંતર્ગત આતોધ્યામાં રામરાજ્ય અને લવકુશ ભવાઈ ભજવી 

મોરબી : મોરબી જિલ્લાના માળીયા તાલુકાના સરવડ ગામના 125 વર્ષ જુના હિરજી કેશવજી ભવાઈ મંડળ દ્વારા ઉત્તપ્રદેશ સરકાર આયોજિત દીપોત્સવી – 2022મા રામરાજ્ય અને લવકુશ ભવાઇ રજૂ કરી મોરબી જિલ્લાનો ડંકો વગાડી લોક કલા થકી સૌના મન મોહી લીધા હતા.

માળીયા તાલુકાના સરવડ ગામના હિરજી કેશવજી ભવાઈ મંડળ આજના આધુનિક યુગમાં પણ પ્રાચીન ભવાઈ કલાનો વારસો જાળવી રાખ્યો છે. આ મંડળ દ્વારા અત્યાર સુધીમાં દેશના મોટાભાગના રાજ્યો ઉપરાંત ઈરાન, અમેરિકા, લંડન, સિરાજ, વેસ્ટઈન્ડિઝમાં પણ કલાના ઓજસ પાથર્યા છે. હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળે ગુજરાતની લોક કલા ભવાઈનો ડંકો વગાડ્યો અને ફરીવાર અયોધ્યા શ્રી રામજન્મ ભૂમિમાં વગાડ્યો છે

શ્રી રામચરિતની લોક કલા ભવાઈ દ્વારા ભવ્ય પ્રસ્તુતિ ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આયોજિત દીપોત્સવ પર્વ – 2022 અંતર્ગત અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ખાતે કરવામાં આવી હતી. ગુજરાતમા 125 વર્ષથી ચાલતા હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ દ્વારા રામાયણ ઉપર આધારિત ભવાઈ નાટક ,”રામરાજ્ય અને લવ-કુશ”ની ભવ્ય રજૂઆત કરતા દર્શકો મંત્ર મુગ્ધ બન્યા હતા.

- text

નોંધનીય છે કે, હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળની સ્થાપના 1902માં થઇ હતી. આ મંડળનું સંચાલન સ્વ.મણીલાલ હીરજીભાઈ વ્યાસ દ્વારા અને ત્યારબાદ હાલમાં તેમના નાના પુત્ર ભરતભાઈ દ્વારા કરવામાં આવે છે.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળનો અયોધ્યા શ્રી રામ જન્મ ભૂમિ માં ભવાઈનો ડંકો વાગતા ચોતરફથી શુભકામનાઓ મળી રહી છે.

- text