હળવદના ડુંગરપુર ગામની જમીન પચાવી પાડનાર પાંચ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ

- text


હળવદ : હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં આવેલી ખેતીની જમીન પચાવી પાડવા મામલે હળવદ પોલીસ મથકમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં ખેતીની જમીન ધરાવતા રાતાભેર ગામના હઠીસંગ ટપુભાઈ ચૌહાણની માલિકીની જમીન છેલ્લા ચાર વર્ષથી આરોપી કરમશીભાઈ વિરજીભાઈ કોળી, વેલજીભાઈ કરમશીભાઈ કોળી, દેહરભાઈ કરમશીભાઈ કોળી, ટીશાભાઈ કરમશીભાઈ કોળી અને ઘનશ્યામભાઈ કરમશીભાઈ કોળી રહે. રાતાભેર તા.હળવદ વાળાઓએ પચાવી પાડતા તમામ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ કાર્યવાહી કરવા ફરિયાદીએ અરજી કરી હતી.

- text

દરમિયાન લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા ફરિયાદીની અરજી માન્ય રાખવામાં આવતા ગઈકાલે હળવદ પોલીસ મથકમાં રાતાભેર ગામના પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text