વાંકાનેર સિટી પોલીસની સરાહનીય કામગીરી, ખોવાયેલ રૂપિયા મૂળ માલિકના પરત કર્યા

- text


 

વાંકાનેર: વાંકાનેર સિટી પોલીસના જવાનોએ માનવતા દાખવીને ખોવાયેલા રૂપિયા મૂળ માલિકને બોલાવીને પરત કર્યા છે.

મોરબીના બંધુનગર ખાતે રહેતા અને સિરામિક કોન્ટ્રાક્ટર ભાવેશભાઈ જયંતીભાઈ કુકડીયાની 6000 જેટલી રોકડ રકમ ખોવાઈ હતી. આ રકમ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના જવાનને મળતા મૂળ માલિકને પોલીસ સ્ટેશનને બોલાવીને ખરાઈ કરીને આ રકમ પરત સોંપી હતી. વાંકાનેર સિટી પોલીસના પી.એસ.ઓ મુકેશભાઈ વાસાણીની હાજરીમાં લોકરક્ષક દર્શિતભાઈ વ્યાસે મૂળ માલિકને આ રકમ પરત કરી હતી. જે બદલ ભાવેશભાઈ કુકડીયાએ પણ વાંકાનેર સિટી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text