ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના પ્રવકતાની જાહેરાત, મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ

- text


મોરબીઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને ચીફ સ્પોક પર્સન મનીષભાઈ દોશી દ્વારા આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઈ સૌરાષ્ટ્રમાં ચાલુ કરવામાં આવેલ મીડિયા સેન્ટર બાદ અલગથી મીડિયા ટીમ બનાવવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ઉતર ગુજરાત યુનવર્સિટીનાં પૂર્વ ઉપકુલપતિ ડો. નીદત બારોટને સૌરાષ્ટ્ર મીડિયા ઝોનનાં ઇન્ચાર્જ બનાવાયા છે. તેમની સાથે સૌરાષ્ટ્રનાં વિવિધ જિલ્લામાંથી જુદા જુદા ૧૨ કાર્યકર્તાની કોંગ્રેસ સમિતિનાં પ્રવકતા તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી પ્રવક્તાની ટીમમાં મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ તકે મોરબીમાંથી પસંદગી પામેલા દેવેન્દ્રસિંહ જાડેજાની બેબાક અને તેજાબી ભાષામાં વક્તવ્ય આપવાની રીત થી પક્ષની વિચારધારા લોકો સુધી સહેલાઇથી પોહચાડી શકાશે તેવું દેવેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું હતું. કોંગ્રેસે જાહેર કરેલી સૌરાષ્ટ્ર ઝોનની આ ટીમમાં મીડિયા કો-ઓર્ડિનેટર તરીકે આનંદભાઈ ગોહિલ, પ્રવક્તા તરીકે મિહીરભાઈ મહેતા, દેવેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ લાખાણી, તુસીતભાઈ પાનેરી, યુવરાજસિંહ પરમાર, કૃષ્ણદત્ત રાવલ, ધીરજભાઈ શિંગાળા, ભરતભાઈ ભીલ, ધનશ્યામભાઈ ભટ્ટી, સંગીતાબેન ચાંડપા અને રોહિતભાઈ રાજપુતનો સમાવેશ કરાયો છે.

- text

આગામી દિવસોમાં આ ટીમ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનાં વિચારોને અને સરકાર આવ્યા બાદ કોંગ્રેસ એ કરેલા વાયદાઓને લોકો સુધી પોહચાડવામાં મહત્વનો ભાગ ભજવશે. આ તકે કોંગ્રેસનાં મુખ્ય પ્રવકતા મનીષભાઈ દોશી અને ડો.નીદત બારોટ જણાવ્યું હતું કે, આગામી ટૂંક સમયમાં જ આ ટીમની તાલીમનાં કાર્યક્રમોનું આયોજન થશે અને આ તમામ પ્રવકતા ઓને જિલ્લામાં મીડિયા ટીમ ઊભી કરવાની જવાબદારી સોંપવામાં આવશે.

- text