મોરબીમાં રવેશમાંથી ઘરમાં ઘસી ચોર 30 હજાર ભરેલું પાકીટ લઈ ગયો

- text


મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં પરસોતમ ચોક નજીક રહેણાંક મકાનમાં ઘુસી ચોર રવેશનો દરવાજો ખોલી રૂમમાં સુતેલા ઘર ધણીનું બારીમાં રાખેલું રૂ.30 હજારની રોકડ ભરેલું પાકીટ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટ, પરસોતમ ચોકમાં રહેતા મૂળ ખંભાળિયાના લાલપરડા ગામના વતની દીક્ષિતભાઈ વશરામભાઈ પીપરોતરે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત. તા.9ના રોજ રાત્રીના સમયે તેમના ઘરના રવેશમાંથી અજાણ્યો તસ્કર ઘરમાં પ્રવેશ્યો હતો અને સુતા સમયે બારીમાં રાખેલ રૂ.30 હજારની રોકડ ભરેલું પર્સ ચોરી ગયો હતો. આ ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text