યુવા કોંગ્રેસની પરિવર્તન યાત્રાનું હળવદમાં સ્વાગત : મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

- text


 

હળવદ : પ્રદેશ યુવા કોંગ્રેસની પરિવર્તન યાત્રા આજરોજ હળવદ ખાતે આવી પહોંચી હતી. જેમાં પ્રથમ સરા ચોકડી ખાતે યાત્રાનું સ્વાગત કર્યા બાદ યાત્રા હળવદના મુખ્ય માર્ગો પર ફરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાના નેતૃત્વમા સોમનાથથી સૂઈ ગામ સુધીની પરિવર્તન યાત્રા નીકળી છે. આ યાત્રા આજે હળવદ ખાતે આવી પહોંચી હતી.જેમાં સરા ચોકડી થી સરા નાકા સુધી ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફુલ હાર અર્પણ કર્યા બાદ યાત્રા ધાંગધ્રા તરફ જવા નીકળી હતી હળવદમાં યુવા કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ડબલ એન્જિનની કહેવાથી સરકાર હવામાં ઉડી રહી છે. એટલે એને લોકોની સમસ્યા કે લોકોની પડતી તકલીફ દેખાતી નથી. આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ 125 સીટો સાથે સરકાર બનાવવા જઈ રહી છે.ભાજપ દ્વારા કાઢવામાં આવેલી ગૌરવ યાત્રાને લોકોએ નકારી કાઢી છે જેના થકી જ ગૌરવ યાત્રામાં 200-500 લોકો પણ ભેગા થતા નથી અને સાથે જ આમ આદમી પાર્ટી ને પણ આડેહાથ લેતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં આપનું ગુજરાતમાં ખાતુ પણ ખુલવાનું નથી અરવિંદ કેજરીવાલ એ પંજાબના લોકોને છેતર્યા બાદ તેઓ પંજાબમાં ગયા પણ નથી.

- text

- text