ગૌશાળાના દુધના હિસાબમા ગોટાળા કરનાર શખ્સે કમિટીના સભ્યને માર માર્યો

- text


મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ માધવ ગૌશાળામા દૂધ ભરી આપવાનું કામ કરતા શખ્સે ગોટાળા કરતા તેની પાસેથી આ કામ છીનવી લેતા તેનો ખાર રાખીને હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના રવાપર ધુનડા રોડ માધવ ગૌશાળામા દૂધ ભરી આપવાનું કામ કરતા શખ્સે દુધના હિસાબમાં ગોટાળા કરતા ગૌશાળાની કમિટીએ તેની પાસેથી દૂધ ભરી આપવાનું કામ બંધ કરાવી દેતા આ બાબતનો ખાર રાખીને ઉશ્કેરાયેલા શખ્સે ગૌશાળાની કમિટીએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ માધવ ગૌશાળાની કમિટીના સભ્ય અને રવાપર ગામેં રાધે એપાર્ટમેન્ટ શંકરના મંદિર સામે રહેતા નરશીભાઇ વેલજીભાઇ ચાડમીયા (ઉ.વ. ૬૧)એ આરોપી પુંજાભાઇ રબારી (રહે. હાલ રવાપર માધવ ગૌશાળા પાછળ, પાવર હાઉસ પાસે, મોરબી મુળ રહે બનાસકાંઠા)ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી રવાપર ગામ સમસ્ત સંચાલીત માધવ ગૌશાળાની કમીટીના સભ્ય હોય તેમજ આરોપીને છેલ્લા દોઢેક વર્ષથી માધવ ગૌશાળાની ગાયોનુ દુધ ભરી આપતા હોય પરંતુ આરોપીએ દુધના હિસાબમા ગોટાળા કરતા હોય જેના કારણે રવાપર ગામ સમસ્તના નાગરીકો તથા માધવ ગૌશાળાની કમીટીએ આરોપીને દુધ ભરવાનુ બંધ કરેલ હોય તેનો રોષ-ખાર રાખી ફરિયાદી તથા વસંતભાઇ એમ બન્ને માધવ ગૌશાળાએ બેઠેલ હતા ત્યારે આરોપીએ આવી આ કામના ફરિયાદી સાથે ઝગડો કરી ગાળો આપી ફરિયાદી સાથે ઝપાઝપી કરી ફરિયાદીને ધક્કો મારી પાડી દઇ જમણા હાથની હથેળીમા તથા જમણા પગના થાપામા મુંઢ ઇજા કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text