મોરબીના લીલાપર અને વાંકાનેરના વિરપરમાં દેશીદારૂની ત્રણ ચાલુ ભઠ્ઠી ઝડપાઇ

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ અને વાંકાનેર તાલુકા પોલીસે અલગ અલગ ત્રણ દરોડા પાડી દેશી દારૂની ત્રણ ચાલુ ભઠ્ઠી ઝડપી લીધી હતી. જો કે બે આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા. જો કે, એક આરોપીને પોલીસે ગિરફતમાં લીધો હતો.

દેશી દારૂ અંગેના પ્રથમ દરોડાના મોરબી તાલુકા પોલીસે લીલાપર ગામની સીમમાં દરોડો પાડી આરોપી અનિલભાઈ અરવિંદગિરી ગૌસ્વામીને દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 2950ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

જ્યારે બીજા દરોડામાં વાંકાનેર પોલીસે વિરપર ગામની સીમમાં દરોડો પાડી દારૂનો આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 4860નો મુદ્દામાલ કબ્જે કર્યો જ

હતો. જો કે ભઠ્ઠી ચલાવનાર આરોપી માધવભાઈ વાઘજીભાઈ કોળી નાસી જતા તેના વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જ્યારે ત્રીજા દરોડામાં વાંકાનેર પોલીસે વિરપર ગામની સીમમાં વિજય રૂપાભાઈ કોળીની વાડીમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઇ દેશી દારૂ, ઠંડો ગરમ આથો અને ભઠ્ઠીના સાધનો સહિત 4260નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે આ દરોડામાં પણ આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.

- text