સામાજિક ન્યાય સમિતિના ચેરમનેને સરપંચે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા

- text


વાંકાનેરના કેરાળા ગામની ઘટનામાં મહિલા સરપંચ વિરુદ્ધ એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના કેરાળા ગામે મહિલા સરપંચે ન્યાય સમિતિના ચેરમને અને પંચાયતના સભ્યને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગ્રામ પંચાયતની બેઠક દરમિયાન મહિલા સરપંચ ભાન ભૂલીને સભ્યને જાતિ પ્રત્યે અપમાનિત કરતા તેમની સામે વાંકાનેર તાલુકા પોલીસે એટ્રોસીટીનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના કેરાળા ગામે રહેતા અને રીક્ષા ડ્રાઇવીગનો ધંધો કરતા રમેશભાઇ દામજીભાઇ લઢેર (ઉ.વ.૪૩)એ કેરાળા ગામના સરપંચ નરગીશબેન આરીફભાઇ બાદી સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ કેરાળા ગ્રામ પંચાયતના સભ્ય તથા સામાજીક ન્યાય સમીતી ચેરમેનના હોદા ઉપર હોય અને ગત તા.૭/૫/૨૦૨૨ના રોજ કેરાળા ગામે આરોગ્ય ખાતાના સબ સેન્ટરમા ગ્રામ પંચાયતની બેઠક મળેલ તે સમયે આરોપીએ ફરીયાદીની જ્ઞાતિ વિશે અપમાન થાય તેવો શબ્દ બોલી જાહેરમા હડધુત કર્યા હતા.

- text

આ બનાવ અંગે જે તે સમયની અરજીની તપાસ ચાલુ હોય બાદ નાયબ પોલીસ અધિક્ષક એસ.સી. એસટી સેલ તરફથી ફરીયાદ દાખલ કરવાનો હુકમ થઇ આવતા વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની વિધિવત ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

- text