હળવદમાં શરદ પૂનમની રાત્રે સ્વાદોત્સવની સાથે રાસોત્સવનો રૂડો અવસર

- text


સામંતસર તળાવની પાળે યોજાશે શરદ પૂર્ણિમા મહોત્સવ

હળવદ : નવરાત્રી મહોત્સવ પૂરો થયા બાદ હવે ખૈલાયાઓ શરદ પૂનમનો ભારે ઉત્સાહ સાથે પ્રતીક્ષા કરી રહ્યા છે. શરદ પૂનમેં સોળે કળાએ ખીલેલી ચાંદનીના વરખમાં તરબોળ થઈને રાતભર રાસ ગરબે ઝૂમવાનો આનંદ કઈક ઓર જ હોય છે. ત્યારે આગામી શરદ પૂનમે ઠેરઠેર રાસોસ્તવનું આયોજન કરાયું છે અને હળવદમાં શરદ પૂનમની રાત્રે સ્વાદોત્સવની સાથે રાસોત્સવનો રૂડો અવસર આવ્યો છે.

હળવદમાં નવરાત્રી મહોત્સવ ખેલૈયાઓ નવે નવે દિવસ રાસ ગરબે ઝૂમી ઉઠ્યા હોય અને હજુ પણ શરદ પૂનમે રાસ ગરબે રમવા અધિરા બન્યા છે. આથી હળવદમાં શરદ પૂનમની રાત્રે સ્વાદોત્સવની સાથે રાસોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વામિનારાયણ પ્રસાદી મંદિર (જૂનું ટાવરવાળું-હળવદ) દ્વારા ભક્તિનંદનદાસજી સ્વામીની પ્રેરણાથી 9 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે હળવદના જાણીતા રમણીય સામંતસર તળાવની પાળે સોળેકળા ખીલેલા ચંદ્રના વરખના બેનમૂન વાતાવરણમાં શરદ પૂર્ણિમાં મહોત્સવ ઉજવાશે. જેમાં તમામ ખેલૈયાઓ પરંપરાગત વેશભૂષામાં ચાંદનીના વરખમાં તરબોળ થઈને રાસ ગરબાની રમઝટ બોલાવશે. આ તકે હળવદના પાધિકારીઓ અને અધિકારીઓ તેમજ સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે. તેથી ભક્તિનંદનદાસજી સ્વામીએ શરદ પૂનમના રાસોસ્તવમાં પધારવા ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપ્યું છે.

- text

- text