મયુરનગરની પ્રાથમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

- text


 

ચિત્ર સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામો વિતરણ કરાયા

હળવદ : હળવદ તાલુકાના મયુર નગર ગામે આવેલ શ્રી પે.સેન્ટર શાળા ખાતે ઘુડખર અભ્યારણ વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગ રૂપે આજરોજ મયુરનગરમાં આવેલ શ્રી પે.સેન્ટર શાળા ખાતે ઘુડખર અભયારણ્ય વિભાગના ડીસીએફ ડો.ધવલભાઈ ગઢવી,વન્ય પ્રાણી રેન્જ હળવદના આરએફઓ કે.એમ.ત્રમટાની સુચના અને માર્ગદર્શન હેથળ વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં વિદ્યાર્થીઓને વન્ય પ્રાણી,પક્ષી તેમજ પર્યાવરણ વિશેની વિષેસ માહિતી આપવામાં આવેલ તેની સાથે સાથે ચિત્ર સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત રૂપે ઇનામ આપવામાં આવેલ તેમજ આ સ્પર્ધામાં ભાગ લેનાર એક થી ત્રણ નંબર આવેલ વિદ્યાર્થીઓને ઇનામો વિતરણ કરવામાં આવેલ છે આ તકે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હળવદ તાલુકા ભાજપ ઉપપ્રમુખ સવાભાઈ ડાંગર,મયૂરના સરપંચ, ભાવેશભાઈ ચાવડા,સહકારી મંડળીના પ્રમુખ દિલુભાઈ કવાડિયા,ગ્રામ પંચાયતના સદસ્ય ગોવિંદભાઇ દલવાડી તેમજ તમામ શિક્ષક સ્ટાફ અને હળવદ અભયારણ્ય રેન્જના કાનાભાઈ ચાવડા,રામભાઈ કરાપડા, દલસુખભાઈ કમેજળીયા ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text