જબુલપુર સેવા સહકારી મંડળીના મંત્રીનો વિદાય સમારોહ યોજાયો 

- text


ટંકારા : ટંકારા તાલુકાના જબુલપુર સેવા સહકારી મંડળીના મંત્રી રામજીભાઈ દુબરીયાના વિદાય સમારંભ યોજાયો હતો અને તેમને મામભેર વિદાયમાન અપાયું હતું.

ટંકારા તાલુકાના જબલપુર ગામની જૂથ સેવા સહકારી મંડળીના મંત્રી રામજીભાઈ દુબરિયા વય મર્યાદાના કારણે નિવૃત થઈ જતા તેમનો નિવૃત્ત વિદાયમાન સમારોહ યોજાયો હતો. જેમાં તેમને માનભેર નિવૃત્તિ વિદાયમાન આપવામા આવ્યુ હતું. ૩૪ વર્ષ સુધી તેમણે મંડળીમા પોતાની સેવા આપી હતી. આજે નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે તેમના મિલનસાર અને નિખાલસ સ્વભાવથી તે હંમેશા આપણા દિલમાં જગ્યા બનાવી હોવાનું જણાવી હિરાપર કલ્યાણપર અને જબલપુર ગામના આગેવાનો અને સાથી મિત્રોએ શેષ જીવન તંદુરસ્ત શરીર સાથે સુખમય જીવે માટે શુભેચ્છા પાઠવી હતી.

- text

- text