દિલ્હી ખાતે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોજાનાર સમારોહમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજા સહભાગી બનશે

- text


મોરબી : ભારત સરકારના જળશકિત મંત્રાલયના પેય જલ અને સ્વચ્છતા પ્રભાગ દ્વારા ૨ ઓકટોબરે પ્રતિ વર્ષે ‘સ્વચ્છતા ભારત વિકાસ’ને સ્મારક દિવસ તરીકે ઉજવાવામાં આવે છે. જમાં રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ દરમ્યાન કરવામાં આવેલા વિવિધ સ્વચ્છતા કાર્યોનું સન્માન તા.૨ ઓકટોબર ૨૦૨૨ના રોજ દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય મંત્રીઓ, પંચાયત જળશકિત ગ્રામ વિકાસની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર છે. જેમાં કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ તથા રાજય મંત્રી બ્રિજેશ મેરજા પંચાયત પણ ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પણ ખાસ ઉપસ્થિત રહી સ્વચ્છતા ક્ષેત્રે કામ કરતા સૌ કોઇને પ્રેરિત કરવા સ્વચ્છતા સન્માનમાં સહભાગી બનશે.આ ગૌરવશાળી પ્રસંગમાં ઉપસ્થિત રહેવા મોરબી-માળીયાના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાંજે દિલ્હી પહોચી જશે. કાલે કાર્યક્રમ પૂર્ણ કરી પરત ફરશે. તેવુ તેમના પી.એ. દ્વારા જાણવા મળ્યું છે.

- text

- text