નવયુગ વિદ્યાલય મોરબી દ્વારા ‘રમઝટ’ નવરાત્રિ મહોત્સવની રંગેચંગે ઉજવણી

- text


મોરબી : નવયુગ ગૃપ ઓફ એજયુકેશન સંચાલિત નવયુગ વિદ્યાલય મોરબી દ્વારા ‘રમઝટ” નવયુગ નવરાત્રિ નું ધમાકેદાર આયોજન નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કુલ, રામોજી ફાર્મ ના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું, જેમાં નાના મોટા ભૂલાકાઓથી લઇને મોટા વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ટ્રેડીશનલ ડ્રેસિસ સાથે સંગીતના સૂરે તાલ મિલાવી મન મૂકીને ગરબે રમી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.

રમઝટ નવરાત્રિ ઉજવણીમાં નિર્ણાયક જજ તરીકે કૌશિકાબેન રાવલ, ફેનાબેન પટેલ અને મનીષભાઈ ભોજાણી ઉપસ્થિત રહયા હતા. નવયુગ વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આ કાર્યક્રમમાં હોંશભેર ભાગ લીધો હતો તેને પ્રોત્સાહન ઇનામોની વણઝાર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમા પ્રિન્સ, પ્રિન્સેસ, વેલ ડ્રેસ, બેસ્ટ એકસન જેવા ગૃપ પ્રમાણે કે.જી થી 2, 3 થી 5, 6 થી 8, 9 થી 12 ગર્લ્સ-બોયઝના મેગા એવોર્ડ્સ જાહેર કરી વિવિધ ઇનામો સાથે નવાજવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે નવયુગ ગૃપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા સાહેબ, રંજનબેન કાંજીયા તથા મેનેજીંગ ટ્રસ્ટીશ્રી બળદેવભાઇ સરસાવાડીયા ખાસ ઉપસ્થિત રહયા હતા. નવયુગના જ ધોરણ-12 કોર્મસના વિદ્યાર્થીઓએ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી,સમોસા, સ્ટોલ, આઇસ્ક્રીમ, ચા, કોફી, સેન્ડવીચ,ઘુઘરા,ભુંગરા – બટેટા ઠંડાપીણા અને વેફર્સના સ્ટોલ બનાવી પોતાની પ્રતિભા ને વિકસીત કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ વિદ્યાલયનો ઓફીસસ્ટાફ તથા સમગ્ર સ્ટાફમિત્રોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

- text

- text