વાંકાનેરના ગારીયા ગામે દેશી – વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, ત્રણના નામ ખુલ્યા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના યજ્ઞપુરૂષનગર (ગારીયા) ગામે તાલુકા પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી તેમજ વિદેશી દારૂનો રૂપિયા 21,900નો મુદ્દામાલ પકડી પાડી એક આરોપીને ગિરફતમાં લઈ અન્ય ત્રણના નામ ખોલવવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે યજ્ઞપુરૂષનગર (ગારીયા) ગામે વિવેકભાઇ મંછારામભાઇ ગોંડલીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા રહેણાંકમાથી મેકડોવેલ્સ નંબરવનની 24 બોટલ કિંમત રૂપિયા 9000, રોયેલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હિસ્કીની 20 બોટલ કિંમત રૂપિયા 10,400 તેમજ દેશી દારૂ 125 લીટર કિંમત રૂપિયા 2500 સહિત કુલ રૂપિયા 21,900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

વધુમાં પોલીસે આરોપી વિવેકની પ્રાથમિક પૂછપરછ કરતા દારૂના આ ગોરખધંધામાં વિશાલ મંછારામ બાવાજી, કીશન નરોતમભાઇ બાવાજી અને કિશનભાઇ ઉર્ફે વિજય જીવરાજભાઇ કોળી રહે.તમામ ગારીયા વાળાની સંડોવણી હોવાની કબૂલાત આપતા પોલીસે ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text