મોરબીમાં ઇલેક્ટ્રિશિયન વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

- text


પોલીસે 186 બોટલ દારૂ અને હોન્ડા કબ્જે કર્યું

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે લગધીરપુર રોડ ઉપર દરોડો પાડી વિદેશી દારૂની 186 બોટલ સાથે મહેસાણા જિલ્લાના રહેવાસી એવા ઇલેક્ટ્રિશિયનને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે લાગધીરપુર રોડના નાકા પાસેથી ઝાડી ઝાંખરામા દારૂ છુપાવી બાઈક ઉપર દારૂની હેરફેર કરતા મૂળ મહેસાણાના વતની અને હાલમાં લાલપર નવા પ્લોટમાં રહેતા ઇલેક્ટ્રિશિયન ગિરીશભાઈ મધવાલાલ લુવોટને ઝડપી લીધો હતો.

- text

વધુમાં આરોપીના કબ્જામાંથી પોલીસે રૂપિયા 20 હજારનું બાઈક અને વિદેશી દારૂની 186 બોટલ કિંમત રૂપિયા 83,960 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text