બગથળા હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન અને ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામની હાઇસ્કુલ ખાતે તાજેતરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું.

પટેલ સમાજ વાડી બગથળા મુકામે બગથળા હાઈસ્કૂલમાં 1997માં SSCમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા 25 વર્ષ પૂર્ણ થયાના ભાગ રૂપે સ્નેહ મિલન અને ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં બગથળા હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

- text

આ તકે ભૂતપૂર્વ પ્રિન્સિપાલ, ભૂતપૂર્વ શિક્ષક અને ભૂતપૂર્વ ક્લેરિકલ સ્ટાફે પણ ઉપસ્થિત રહીને કાર્યક્રમને દિપાવ્યો હતો.

- text