રાજકોટ – મોરબી હાઇવે ઉપર લકઝરી બસ હડફેટે વૃદ્ધનું મોત

- text


ટંકારાના હરબટિયાળી ગામના પાટિયા નજીક બનેલો બનાવ

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના હરબટિયાળી ગામના પાટિયા નજીક લકઝરી બસના ચાલકે બાઈક સવાર વૃદ્ધને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચવાથી રાજકોટના રહેવાસી વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના હરબટિયાળી ગામના પાટિયા પાસે ગત તા.25ના રોજ લકઝરી બસ નંબર એઆર- 01- ટી – 8969ના ચાલકે મોટર સાયકલ લઈને જઈ રહેલા રાજકોટના રહેવાસી લવજીભાઈ ભીમજીભાઈ ગઢિયાને હડફેટે લેતા લવજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પુત્ર કલ્પેશભાઈ લવજીભાઈ ગઢીયાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text