ટ્રેકટર ચાલકે હડફેટે લેતા બાઈક સવારનું મૃત્યુ

- text


મોરબી તાલુકાના કોયલી નજીક ખોડાપીપર પડાણા રોડ ઉપર બનેલ બનાવ

મોરબી : મોરબી તાલુકાના કોયલી ગામની સીમમાં ખેત મજૂરી કરતો શ્રમિક દિનેશભાઇ જોરસિંગભાઈ મેડા ઉ.22 બાઈક લઈને ખોડાપીપર પડાણા રોડ ઉપર જતો હતો ત્યારે ટ્રેકટર નંબર જીજે- 24 – કે – 9084ના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં દિનેશભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રેકટર ચાલક નાસી જતા આ અકસ્માત અંગે મૃતકના માસા અભેસિંહ નવલસિંહ મેડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text