ભારત ભ્રમણ કરતા સાયકલવીરે ટંકારામાં યોગ વર્ગમાં આપી હાજરી 

- text


ટંકારા : ભારત ભ્રમણ કરતા સાયકલવીર અમિત ત્યાગીજીએ મોરબીની મુલાકાત બાદ ટંકારામાં રાત્રી રોકાણ કરી ટંકારા તાલુકાના કન્યાશાળામાં ચાલતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત યોગ વર્ગમા હાજરી આપી લોકોને મોટીવેટ કર્યા હતા.

સાઇકલ ઉપર ભારત ભ્રમણ કરવા નીકળેલા અમિત ત્યાગીજીએ તાજેતરમાં ટંકારા ખાતે રાત્રી રોકાણ કર્યું હતું આ તકે તેઓએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કોર્ડીનેટર વાલજીભાઈ ડાભીને મળ્યા હતા અને ટંકારા તાલુકા કન્યાશાળામાં ચાલતા યોગ‌ વર્ગના ટ્રેનરને મોટીવેટ કરેલ હતા તથા યોગ વર્ગ ચાલુ કેમ કરવા,યોગ તરફ લોકોને કેવી રીતે વાળવા યોગની આધ્યાત્મિક જીવન પર અસર અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ ૩ રાજ્યોમાં કરેલા સાઇકલ ભ્રમણ કરવા અંગેના અનુભવો વર્ણવી આગામી ઓસ્ટ્રેલિયા યાત્રા અંગે પણ જાણકારી આપી હતી.

- text

- text