મોરબીમાં રવિવારે મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાશે 

- text


મોરબી : મોરબીમાં જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા ધોરણ ૧ થી ૧૨ન વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે.જેમાં વિદ્યાર્થીઓને બેગ,સ્ટેશનરી કીટ વગેરે વિદ્યાર્થીઓને અપાશે.

મોરબીમાં આગામી તા. 25ને રવિવારના રોજ બપોરે 2:30 કલાકે વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, નવાડેલા રોડ મોરબી ખાતે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોચી સમાજના કે.જી. તથા ધો.1 થી ધો.12 માં 60% થી વધુ ટકા મેળવેલ પ્રથમ,દ્વિતીય,તૃતીય નંબરના વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ સમારોહમાં દાતાઓ દ્વારા ઉચ્ચ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને નોટબૂક, બેગ સ્ટેશનરીની કીટ જેવી વસ્તુઓ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ સરસ્વતી સન્માન સમારંભનું ઉદઘાટન નકલંક મંદિર,બગથળાના મહંત દામજી ભગત, ઈલાબેન ગોહિલ નાયબ જિલ્લા વિકાસ અધિકરી મોરબી, પ્રદીપભાઈ વાળા દ્વારા કરવામાં આવશે.વધુ માહિતી માટે મો.૯૯૦૯૬૩૮૭૯૫, ૯૮૭૯૮૧૮૯૦૮ પર સંપર્ક કરવો.

- text

- text