સિરામિક ઈન્ડસ્ટ્રીઝને વધુ એક માર પડશે, નેચરલ ગેસના ભાવમા તોળાતો ભાવવધારો

- text


ચીનમાં લોકડાઉન ખુલવાની સાથે શિયાળામા યુરોપિયન દેશોમાં ગેસની ડિમાન્ડ વધતા ભાવ વધારાના સંકેત

મોરબી : યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધનો અંત ન આવતા આવનાર દિવસોમાં સિરામિક ઉદ્યોગ માટે મુશ્કેલી સર્જવાના સંકેતો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા નેચરલ ગેસના ભાવ બમણાથી વધુ થયા છે ત્યારે આ સ્થિતિમાં ગેસના ભાવમાં હજુ પણ વધી શકે તેમ હોવાનું આંતરરાષ્ટ્રીય બજાર ઉપરથી ફલિત થઈ રહ્યું છે.

લાંબા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે રશિયાએ પોતાના પાઇપલાઇન નેટવર્કથી ગેસની સપ્લાય બંધ કરી છે. તો બીજી તરફ નેચરલ ગેસના સૌથી મોટા ખરીદદાર ચીનમાં લોકડાઉન પૂર્ણ કરી દેવાતા ગેસની ડિમાન્ડ વધશે સાથે જ યુરોપિયન દેશોમાં શિયાળો શરૂ થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થયું હોય ગેસની માંગમાં વૃદ્ધિ થવાથી ભાવમાં વધારો તોળાઈ રહ્યો છે.

- text

નોંધનીય છે કે નેચરલ ગેસના ભાવમાં આંતરાષ્ટ્રીય બજારમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે સાથે જ મોટાભાગના દેશોની કરન્સી નબળી પડી રહી હોય અનેકવિધ પરિબળો ગેસના ભાવ વધારા માટે કારણભૂત બન્યા છે. આ સંજોગોમાં મોરબીના સિરામિક ઉદ્યોગ માટે આવનાર દિવસોમાં ગેસનો ભાવવધારો બાધારૂપ બને તેમ હોવાના સંકેતો મળી રહ્યા છે.

- text