સ્વીકારો માંગણી, કરો પગાર બાંધણી: એલ.ઈ. કોલેજના અધ્યાપકોએ રમુજી ધુન ગાઈને કર્યો વિરોધ

- text


મોરબી : છેલ્લા કેટલાક સમયથી સરકારી પોલિટેકનિકના અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નો મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે એલ.ઈ. કોલેજના અધ્યાપકોએ અલગ જ અંદાજમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પોતાના પડતર પ્રશ્નો હલ કરવા માટે અધ્યાપક દ્વારા કરવામાં આવતી જુદી જુદી કામગીરીને ધૂન તરીકે રજૂ કરી હતી.

રાજ્યની 31 સરકારી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજો પૈકી સૌથી જૂની કોલેજોમાંની એક એવી એલ.ઇ.કોલેજના અધ્યાપકોએ આજરોજ પોતાના પડતર પ્રશ્નોનો હલ લાવવા માટે અધ્યાપકો દ્વારા કરવામા આવતી જુદી જુદી કામગીરીને ધૂન તરીકે રજૂ કરી અલગ અંદાજમાં વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર સમક્ષ પોતાના પ્રશ્નોનો હલ લાવવા માંગણી કરી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીટેક્નિક અધ્યાપક મંડળ(PAM) હેઠળ જુદા જુદા કાર્યક્રમો આપી રાજ્યભરના સરકારી પોલીટેક્નિકના અધ્યાપકો પોતાના વર્ષો જુના પ્રશ્નોનો હલ લાવવા માટે સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે.

- text