વાંકાનેર – થાન રોડ તાત્કાલિક નવો બનાવવા ડીડીઓને રજૂઆત

- text


ભંગાર હાલતમાં ફેરવાયેલા રોડથી 20 ગામના લોકો હેરાન હેરાન

વાંકાનેર : વાંકાનેર થી થાન જતો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી 20 ગામના લોકોને કાયમી હાડમારી ભોગવવી પડે છે ઉપરાંત વાહન ચાલકોને અવર જવર કરવામાં મુશ્કેલીઓ પડતા દીઘલીયા ગ્રામ પંચાયત દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને આ રોડ વહેલી તકે નવો બનાવી આપવા રજૂઆત કરવામાં આવી છે.

વાંકાનેર થી થાન જતા ડામર રોડનું કામ તાત્કાલિક ચાલુ કરવા દીઘલીયા સહિત પાંચ ગ્રામ પંચાયત દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરતા જણાવ્યુ છે કે આ રોડ પર આશરે ૨૦ ગામ આવેલ હોય કોઈ પણ ઈમરજન્સીના સમયે હોસ્પિટલ સમયસર પહોંચી શકાતું નથી.દર 10 ફૂટના અંતરે ખાડા પડી ગયા છે.આ રોડ પર ટ્રાફિક જામ થાય છે.તેમજ અકસ્માત થવાનો ભય રહે છે.આ રોડ પરથી મોરબીથી સિરામિકના આશરે 50થી વધુ કારખાનેદારો અને અહીં કામ કરતા લોકો અપ ડાઉન કરે છે.તેથી વહેલી તકે આ રોડ નવો બનાવામાં આવે.હાલ રોડ પર મોરમ નાખી રોડ બુરવાનું કામ ચાલે છે ત્યારે વરસાદ પડતા આ મોરમ ધોવાઇ જશે જેથી આ રોડ નવો ડામરથી બનાવવા માંગ કરી છે.

- text

- text