કાનાભાઇ હજુ કંઈક નવું કરવાના મૂડમાં : ભાગવત સપ્તાહના સફળ આયોજન બાદ સૌનો આભાર માન્યો 

- text


રજત તુલાની ધનરાશિથી આગામી ત્રણ વર્ષમાં નવો પ્રકલ્પ 

મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના વ્યાસાસને કોરોના દિવંગતોના મોક્ષાર્થે સફળતા પૂર્વક આયોજન સંપ્પન કાર્ય બાદ વધુ એક નવા પ્રકલ્પના સંકેત આપી તેમની રજતતુલામાં એકત્રિત થયેલ ચાંદીથી આગામી તારણ વર્ષમાં મોરબી માટે નવીનતમ સેવા કાર્ય શરૂ કરવાના સંકેત આપી હજુ પણ ચાંદીનું દાન મળી રહ્યું હોવાનું જણાવી સૌનો આભાર માન્યો હતો.

મોરબીના આંગણે કોરોના દિવંગતોના મોક્ષાર્થે ભાઇશ્રીની ભાગવત સપ્તાહનું આયોજન સફળતા પૂર્વક પૂર્ણ કર્યા બાદ પૂર્વ ધારાસભ્ય કાનભાઈએ મોરબીની જનતા પત્રકારમિત્રો, અને કાર્યકર્તાઓનો આભાર પ્રગટ કરી કથામંડપમાં મુકાયેલા તમામ સદગત આત્માઓની છબી આજથી વ્યક્તિગત ફોન મેસેજ કરી પરત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- text

વધુમાં કાનાભાઈએ ઉમેર્યું હતું કે કથાના સમાપન સમયે મારા બે કાર્યકર્તાઓના રજત તુલના વિચારને પ્રચંડ સમર્થન મળ્યું અને તેમના વજનથી પણ વધુ ચાંદીનું દાન હજુ પણ સતત આવી રહ્યું હોય આગામી ત્રણ વર્ષમાં તેઓ મોરબીની જનતા માટે જેટલી ચાંદીનું ડેન આવ્યું તેમાં વધુ ધનરાશિ ઉમેરી કંઈક નવું સેવાકાર્ય કરનાર હોવાનું આજે જાહેર કર્યું હતું.

- text