પંચાયતના જુનિયર ક્લાર્કને ખાતાકીય પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી આપવાની માંગ

- text


 

મોરબી : પંચાયતના જુનિયર ક્લાર્કને ખાતાકીય પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી આપવાની માંગ સાથે ગુજરાત રાજ્ય પંચાયત સેવા કર્મચારી મહામંડળ દ્વારા અધિક મુખ્ય સચિવને રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવાયું છે કે ગુજરાતના તમામ જિલ્લા પંચાયતના જુનિયર કારકૂનો સિનિયર કારકૂનમાં બઢતી માટેની તમામ લાયકાત સંતોષતા હોવા છતાં તા:23/08/2022 ના જાહેરનામા અન્વયે ખાતાકીય પરીક્ષા નિયત થતા તેઓ બઢતીથી વંચિત રહી ગયેલ છે. 2017 થી 2022 દરમ્યાન સરકાર દ્વારા ખાતાકીય પરીક્ષા નિયત કરેલ ન હોવાથી 2017 ની ભરતીના અંદાજે 60% જુનિયર કારકૂનોને ખાતાકીય પરિક્ષા પાસ કર્યા વગર બઢતી મળી ગયેલ છે અને 40% જુનિયર કારકૂનો બઢતીથી વંચિત રહી ગયેલ છે. જેથી 2017 ની એકજ ભરતીના એક જ સંવર્ગના કર્મચારીઓ વચ્ચે વિસંગતતા ઉદભાવેલ છે.

- text

આ જુનિયર કારકૂનો છેલ્લા ત્રણ વર્ષથી ખાતાકીય પરીક્ષા આપવા લાયક હતા પરંતુ તે દરમ્યાન ખાતાકીય પરીક્ષા નિયત થયેલ ન હોઈ કે આયોજિત થયેલ ન હોઈ, સરકારની આ ઢીલ અને ભૂલના પરિણામે જુનિયર કારકૂનોને બઢતી ન મળતા મોટા પ્રમાણમાં આર્થિક તેમજ શ્રેયાનતાના સંદર્ભમાં નુકશાન થઇ રહ્યું છે.જેથી જુનિયર કારકુનો દ્વારા ખાતાકીય પરિક્ષાનું આયોજન થયે પાસ કરવાની શરતે હાલ બઢતી આપવાની સરકાર પાસે આ કારકૂનો ન્યાયની અપેક્ષાએ માંગણી કરી રહ્યા છે.

 

- text