ગાળા ગામ નજીક જર્જરિત પુલ ઉપર ટ્રક ફસાતા વાહન વ્યવહાર ખોરવાયો

- text


ભારે વાહન નીકળી શકે એમ ન હોવા છતાં નીકળવાની કોશિશમાં ટ્રક એવો ફસાયો કે હવે નાના વાહનો પણ નહીં નીકળી શકે

મોરબી : મોરબીના ગાળા ગામ પાસે આવેલ પુલ જર્જરિત હોવાથી ભારે વાહન નીકળી શકે એમ ન હોવા છતાં આજે એક ટ્રક નીકળવાની કોશિશ કરતા બુરી રીતે ફસાયો હતો. આ ટ્રક પુલ ઉપર એટલી હદે ફસાઈ ગયો હોવાથી નુકસાન થતા હવે નાના વાહનો પણ નીકળી નહિ શકે તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે.

ગાળા ગામે પાસે આવેલો પુલ જર્જરિત હોવાથી લાંબા સમયથી અહીં વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. જો કે ભારે વાહનો તો આ પુલ ઉપર નીકળી શકે એમ જ નથી. પણ નાના વાહનો નીકળે એટલી સારી જગ્યા આ પુલ ઉપર હતી.

આ પુલ એક્દમ જોખમી હોવા ઉપરાંત હાલ વરસાદી પાણી ભરાતા ઠેરઠેર ખાડા ખબડા અને ગારા કિચડથી વધુ બદતર હાલત હોવાની વચ્ચે અહીંથી નજીકના પીપળી રોડ ઉપર ટ્રાફિકજામ થવાથી બહારના એક ટ્રક ચાલકે શોર્ટકર્ટથી આ ગળા ગામના પુલ ઉપર નીકળવાની કોશિશ કરી કે તરત જ આ ટ્રક પુલમાં ખુંપી ગયો અને એમાંથી નીકળવાની કોશિશ કરતા ટ્રક પુલ ઉપર વધુને વધુ બુરી રીતે ફસાતો ગયો હવે આ પુલને વધુ નુકસાન થયું હોય નાના વાહનોની નિકલવાની જગ્યા પણ ખરાબ થઈ જતા હવે નાના વાહનો માટે પણ પુલ જોખમી બની ગયો છે.

- text

- text