નટરાજ ફાટક પાસે એકદમ કળાવ સ્પીડ બ્રેકરથી રાહદારીઓને મુશ્કેલી

- text


યોગ્ય બમ્પ બનાવવાને બદલે રોડની વચ્ચે કળાવ બમ્પ બનાવતા જોખમી બન્યો

બંપ ઓળગતી વખતે ટુ વહીલરમાં પાછળ બેઠેલી વ્યક્તિ ઉથલી પડે અને ઇજા થતી હોવા તંત્ર ધ્યાન ન દેતા ઘણા સમયથી ટ્રાફિકજામ અને વારંવાર થતા અકસ્માત

મોરબી : સામાન્ય રીતે કોઈપણ જાહેર માર્ગ ઉપર વાહનોની ગતિ નિયત્રીત કરવા માટે રોડ ઉપર ડામરથી થર બનાવી કે પ્લાસ્ટિક સ્પે. બમ્પ મુકવામાં આવે છે. પણ મોરબીમાં તંત્રએ વિચિત્ર એકદમ કળાવ બમ્પ બનાવીને લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. જેમાં નટરાજ ફાટક પાસે મસમોટો કળાવ બમ્પ ઓળગતી વખતે ટુ વહીલરમાં પાછળ બેઠેલી વ્યક્તિ ઉથલી પડે છે. આવા અનેક બનાવ બનવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.

મોરબી શહેર અને સામાકાંઠાને જોડતી મુખ્ય કડી નટરાજ ફાટક પાસે શહેર તરફ આવવાના રોડની વચ્ચોવચ વિચિત્ર બમ્પ બનાવવામાં આવ્યો છે. મસમોટા આ બમ્પના કારણે ટુ વહીલરોમાં ઘણી વખત આ વિચિત્ર બમ્પ ઓળગતી વખતે પાછળ બેઠાલા વ્યક્તિ ઉથલી પડે છે. આ બમ્પને ઓળગતી વખતે વાહનમાંથી કોઈ ઉથલી પડે અને પાછળથી આવતા વાહન નીચે આવી જાય તો અમંગળ ઘટના બનાવની ભીતિ છે. ખાસ કરીને ફાટક ખુલે ત્યારે ટ્રાફિકજામ વધુ થાય છે. તેથી નિયમ મુજબ અહીંયા તંત્ર બમ્પ બનાવે તેવી માંગ ઉઠી છે.

- text

- text