અવની ચોકડી પર રોડના કામમાં અડચણરૂપ દબાણો હટાવતું પાલિકા તંત્ર

- text


અવની રોડ પર મેઘાણી સ્કૂલથી લઈ ચકીયા હનુમાનજી સુધીના છાપરા તોડી પડાયા

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા આજે અવની ચોકડી પર રોડના કામમાં અડચણરૂપ દબાણો હટાવી દેવામાં આવ્યા હતા. જેમાં અવની રોડ પર મેઘાણી સ્કૂલથી લઈ ચોકીયા હનુમાનજી સુધીના છાપરા તોડી પાડી ઝાડી ઝાંખરા દૂર કરાયા હતા.

મોરબી નગરપાલિકા દ્વારા અગાઉ મોરબીના પોશ વિસ્તાર અવની રોડ ઉપર મેઘાણી સ્કૂલથી રવાપર રોડ ઉપર આવેલ ચોકીયા હનુમાનજી સુધીના રસ્તાનું કામ અગાઉ ચાલુ કરવામાં આવ્યું હતું. પણ આ રોડ ઉપર દબાણો હોય અને વરસાદ ચાલુ હોવાથી આ રોડનું કામ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ફરીથી આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પણ રોડ ઉપર દબાણો હોય જે રોડનું કામ અવરોધરૂપ હોવાથી આજે નગરપાલિકાની દબાણ હટાવ ટીમ અવની રોડ ઉપર મેઘાણી સ્કૂલથી લઈ ચોકીયા હનુમાનજી સુધીના રોડ ઉપરમાં ડીમોલેશન હાથ ધરાવતા આવ્યું હતું અને રોડના કામમાં અડચણરૂપ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

- text

- text