રવાપર રોડની વચ્ચોવચ પાણી ભરેલા ખાડાનું અંતે રીપેરીંગ કરાયું

- text


તંત્રએ ખાડાનું રિપેરીગ કામ કરતા વાહન ચાલકો અને વેપારીઓને રાહત અનુભવી

મોરબી : મોરબીમાં હમણાં ત્રણ-ચાર દિવસથી પડતા વરસાદને કારણે રોડની ફરી પથારી ફરી ગઈ છે. જેમાં શહેરનો નબર વન વિસ્તાર અને પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ ઉપર જીવલેણ ખાડો હોય અને ઉપરથી વરસાદી પાણી ભરાયેલા હોય ખાડો ન દેખાવાથી અકસ્માત થવાની શક્યતા હોવાથી સ્થાનિક વેપારીઓએ ખાડા પાસે ચેતવણીનું બોર્ડ માર્યા બાદ તંત્રએ આ ખાડાનું રિપેરીગ કર્યું હતું.

મોરબીના રવાપર રોડ ઉપર હજારો વાહનોની અવરજવર રહેતી હોય પણ રોડ ઉપર ઠેરઠેર ખાડા પડી ગયા છે. તેમાંય આ વખતે ચોમાસુ ભરપૂર રહેતા વખતોવખત વરસાદ પડવાથી આ રોડની હાલત બદતર બની ગઈ હતી. ત્યારે હમણાંથી વરસાદ પડતો હોવાથી રવાપર રોડ ઉપર અગાઉથી પડેલા ખાડામાં પાણી ભરાયા હતા. આ સ્થળે એટલા પાણી ભરાયા હતા કે થોડે દૂરથી ખાડો પાણીને કારણે દેખાઈ એમ જ ન હતો. આથી વેપારીઓ જ્યાં રોડ ઉપર ખાડો હતો ત્યાં બોર્ડ લગાવ્યું હતું અને તેમાં વાહન ચાલકો અને રાહદારીઓને ઉદેશીને લખ્યું હતું કે, અહીં મોટો ખાડો હોય ધ્યાનથી વાહન ચાલવવું. આથી તંત્રએ અંતે દોડી જઈને તાકીદે ખાડાનું રિપેરીગ કામ કરતા વાહન ચાલકો અને વેપારીઓને રાહત થઈ છે.

- text

- text