મોરબી-માળીયા 47 ગામોમાં લીલો દુષ્કાળ જાહેર કરવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

- text


મોરબી-માળીયા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા રજૂઆત

મોરબીઃ મોરબી-માળીયા તાલુકાના ગામોમાં અતિશય વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનના કારણે લીલો દુષ્કાળ જાહેર કરીને તાત્કાલિક સહાય ચુકવવા માટે મુખ્યમંત્રીને મોરબી-માળીયા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ છે.

મોરબી-માળીયા તાલુકાના ગામોમાં 3 જુલાઈ થી 27 ઓગસ્ટ સુધી સતત અવિરત વરસાદ પડ્યો છે. જરૂરીયાત કરતા 150 થી 200 ટકા વરસાદ વરસ્યો છે. અંદાજે 42 ઈંચ થી 48 ઈંચ સુધી ઉપરોકત સમયગાળા દરમિયાન વરસાદ ખાબક્યો છે. જેના કારણે વાવેતર થયેલો તમામ પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ બે થી ત્રણ વખત બિયારણની વાવણી કરી છે છતાં પણ યોગ્ય વરાપના અભાવે ખેતી કાર્ય થઈ શક્યું નથી. આ હકીકતથી કૃષિમંત્રી પણ વાકેફ છે. આ અંગે સ્થાનિક અધિકારી તેમજ પદાધિકારીઓને પણ જાણ કરી છે. તેમ છતાં હજુ સુધી લીલો દુષ્કાળ જાહેર કરાયો નથી. તો તાત્કાલિક આ અંગે પગલાં ભરીને જરૂરી સર્વે કરીને મોરબી અને માળીયા તાલુકાના ગામોમાં લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને જરૂરી સહાય ચુકવવામાં આવે.

- text

મહત્વનું છે કે મોરબી તાલુકાના (૧) જેપુર (૨) નાનીવાવડી (૩) પંચાસર (૪) અમરાપર-નાગલપરા (૫) મોટીવાવડી (૬) બગથળા (૭) બિલીયા (૮) કાંતીપુર (૯) મોડપર (૧૦) ખેવારીયા (૧૧) બરવાળા (૧૨) ખાખરાળા (૧૩) વિરપરડા (૧૪) કેરાળી (૧૫) માનસર (૧૬) નારણકા (૧૭) લુટાવદર (૧૮) પીપળીયા (૧૯) હજનાળી (૨૦) બેલા (૨૧) ફડસર (રર) ફાટસર (૨૩) ધુળકોટ (૨૪) બાદનપર (રપ) રામનગર (૨૬) ખારચીયા (ર૭) જીવાપર(આ.) (૨૮) માણેકવાળા (૨૯) ગોર ખીજડીયા (૩૦) વનાળીયા (૩૧) મહેન્દ્રગઢ (ફગસીયા) (32) ડાયમંડનગર આમરણ અને માળીયા તાલુકાના (૧) નાનાદહિસરા (૨) કુંતાસી (૩) રાજપર (૪) મોટાદહિસરા (૫) ભાવપર (૬) બગસરા (૭) દેરાળા (૮) નંદનવન (૯) નવાદેરાળા (૧૦) બોડકી (૧૧) જીંજોડા (૧૨) વર્ષામેડી (૧૩) ખીરસરા (૧૪) ચાંચાવદરડા (૧૫) તરઘડી ગામમાં લીલો દુષ્કાળ જાહેર કરીને સહાય ચુકવવા માંગ કરવામાં આવી છે.

- text