મોરબીમાં તાંડવ નર્તન ઈન્સ્ટિટ્યૂ દ્વારા નૃત્યાંજલિ કાર્યક્રમ યોજાયો

- text


મોરબીઃ ગઈકાલે તારીખ 12 સપ્ટેમ્બરના રોજ મોરબીના સંસ્કારધામ ઈમેજિંગ સેન્ટર ખાતે તાંડવ નર્તન ઈન્સ્ટિટ્યૂટ ક્લાસિકલ ડાન્સ રાજકોટ દ્વારા નૃત્યાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 80 જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ 15 કૃતિઓ રજૂ કરી હતી.

તાંડવ નર્તન ઈન્સ્ટિટ્યૂટ ક્લાસિકલ ડાન્સની મોરબીમાં પણ બ્રાંચ આવેલી છે. જેમાં 80 જેટલા વિદ્યાર્થીઓ તાંડવ નૃત્ય શીખી રહ્યા છે. જેનો ગઈકાલે વાર્ષિક ઉત્સવ એટલે કે નૃત્યાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 5 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના 80 જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ 15 જેટલી કૃતિઓ રજુ કરી હતી. જેમાં હનુમાનચાલીસા, કૃષ્ણ લીલા, નાગદમન લીલા સહિતના 15 જેટલા નર્તન રજુ કર્યા હતા. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે શશાંકભાઈ દંગી, જયંતીભાઈ રાજકોટીયા, શિશુમંદિરના વ્યવસ્થાપક ડો. વિજયભાઈ ગઢીયા, દેવેનભાઈ રબારી, હંસરાજભાઈ ગામી, રમેશભાઈ પટેલ, ડો. કેશા અગ્રવાલ, મયુરીબેન કોટેચા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને નૃત્યાંજલિ કાર્યક્રમને માણ્યો હતો.

- text

- text