મોરબીના વાવડીમાં પરિવાર પિતૃકાર્યમાં ગયો અને તસ્કરો હાથફેરો કરી ગયા : 3.67 લાખની ચોરી

- text


શાકભાજી વેચી ગુજરાન ચલાવતા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

મોરબી : મોરબીના વાવડી ગામે શ્રી હરિપાર્ક સોસાયટીમાં એક દિવસ માટે બંધ પડેલા રહેણાંકને નિશાન બનાવી તસ્કરો રોજે રોજનું કમાઈ ખાતા શાકભાજીના ધંધાર્થીને ઘરમાંથી સોના, ચાંદીના દાગીના અને રોકડ મળી 3,67,750 રૂપિયાની માલમતાની ચોરી કરતા ચકચાર જાગી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ માળીયા તાલુકાના મેઘપર ગામના વતની અને હાલમાં શ્રી હરિપાર્ક સોસાયટીમાં રહેતા શાકભાજીના ધંધાર્થી વિનોદભાઈ કુંભાભાઈ સોંલકી ગત તા.8 ના રોજ તેમના વતન મેઘપર ગામે પિતૃકાર્યમાં ગયા બાદ રાત્રી રોકાણ પણ ત્યાં જ કરતા અજાણ્યા તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું.

વધુમાં અજાણ્યા તસ્કરોએ વિનોદભાઈના મકાનના તાળા તોડી ઘરમાં રહેલ સોનાનો સેટ, કાનની બુટી, ગળામા પહેરવાનો હાર, ગળામા પહેરવાનો સોનાનો ચેન, સોનાનુ પેંડલ, સોનાની વીંટી નંગ ત્રણ, ચાંદીના સાંકળા, ચાંદીની લકી, મંગળ સુત્ર, સોનાનુ પેંડલ, ચાંદિનો ઝુડો, કાનમા પહેરવાની સોનાની બુટી તથા રોકડા રૂપીયા 1,05,000 મળી કુલ રૂપિયા 3,67,750ની ચોરી કરી લઇ જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text