NEETના રિજલ્ટમાં હળવદની મંગલમ્ સ્કુલના બે વિધાર્થીઓ મોખરે

- text


ખેડૂત પરિવારના દીકરાએ 605 માર્કસ સાથે સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું

હળવદ : મંગલમ્ સ્કૂલના બે વિદ્યાર્થીઓએ NEET-2022ની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે. જેમાં એક વિદ્યાર્થીઓએ ૬૦૫ માર્કસ મેળવી તાલુકા પ્રથમ રહી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. બીજા વિદ્યાર્થીએ 558 માર્કસ સાથે વલંત સફળતા પ્રાપ્ત કરી છે
૧૭ જુલાઈના રોજ મેડિકલ પ્રવેશ માટેની NEETની પરીક્ષા યોજાઈ હતી.જેનું પરિણામ બે દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યું છે જેમાં હળવદની મંગલમ્ વિદ્યાલયના વિદ્યાર્થી સાપરા ધારશીએ ૭૨૦માર્કસમાં થી ૬૦૫ માર્કસ મેળવી સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે કુંવરખાણીયા પ્રદીપે પણ 558 માર્કસ સાથે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષના બોર્ડના તમામ પરિણામોમાં પણ મંગલમ્ સ્કૂલના વિદ્યાર્થીઓ છવાયા હતા.જેમાં ધોરણ -12 સામાન્ય પ્રવાહમાં 118 ની જમ્બો સંખ્યામાં 100 ટકા પરિણામ સાથે પટેલ ધાર્મિક હળવદમાં પ્રથમ સ્થાને રહ્યો હતો. જયારે વિજ્ઞાન પ્રવાહમાં-બી ગ્રુપમાં સાપરા ધારશી તાલુકામાં પ્રથમ આવ્યો હતો,તો ધોરણ-૧૦ની પરીક્ષામાં પણ બે વિદ્યાર્થી તાલુકામાં દ્વિતીય સ્થાને રહ્યા હતા. જ્વલંત સફળતા મેળવવા બદલ શાળા સંચાલકો દ્વારા તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવારને શુભકામના પાઠવી હતી.

- text