માતાના મઢ જતા પદયાત્રીઓ માટે મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા સેવા કેમ્પનું આયોજન

- text


 

મોરબી: માતાના મઢ જતા પદયાત્રીકોને રહેવા-જમવાની સુવિધા મળી રહે તે માટે મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના ગ્રીન ચોક સાંકડી શેરી ખાતેના આશાપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી પદયાત્રીકોના સેવાર્થે કેમ્પ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તારીખ 20 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમ્બર સુધી કચ્છના માતાના મઢ જતા પદયાત્રીકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આશાપુરા મિત્ર મંડળ દ્વારા ભુજ થી 23 કિલોમીટર નજીક, દુધઈ રોડ પર કંઢેરાયના પાટીયા પાસે, પધ્ધર ગામની બાજુમાં આ સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં પદયાત્રીકોને 24 કલાક રહેવા-જમવા, ચા-નાસ્તો અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવશે.

- text

- text