ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની વિદ્યાર્થિનીનું રાજ્યપાલના હસ્તે સન્માન

- text


હમેં આઝાદી કિસને દિલાઈ ? વિષય પર યોજાયેલી રાજ્ય કક્ષાની પરીક્ષામાં મેળવ્યો ઉચ્ચ ક્રમાંક 

ટંકારા : ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની વિદ્યાર્થિની ડાકા રંજીતાએ હમેં આઝાદી કિસને દિલાઈ ? વિષય પર યોજાયેલી રાજ્ય કક્ષાની પરીક્ષામાં ઉચ્ચ ક્રમાંક મેળવ્યો છે. જે બદલ તેને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા હમેં આઝાદી કિસને દિલાઈ ? વિષય પર રાજ્ય કક્ષાની પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં ઉચ્ચ ક્રમાંક મેળવનાર વિજેતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પુરસ્કાર વિતરણ કરવા માટેનો સમારોહ 4 સપ્ટેમ્બર ને રવિવારના રોજ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની ડાકા રંજીતા દિનેશભાઈને આ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ અને ઉચ્ચ ક્રમાંક મેળવવા બદલ રાજ્યપાલ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.

- text

- text