ટંકારા તાલુકાનો બંગાવડી ડેમ છલકું…છલકું… 90 ટકા ભરાયો 

- text


ઉપરવાસથી પાણીની આવક ચાલુ રહેતા ગમે ત્યારે બંગાવડી ડેમ ઓવરફ્લો થશે

મોરબી : છેલ્લા આઠવાડિયાથી વરસાદે વિરામ લીધો છે છતાં ઉપરવાસથી પાણીની આવક ચાલુ રહેતા ટંકારા તાલુકાના બંગાવડી ગામ નજીક આવેલો બંગાવડી ડેમ હાલમાં 90 ટકા ભરાઈ જતા ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા સિંચાઈ વિભાગે વ્યક્ત કરી છે.

ટંકારામાં હાલ વરસાદ ન હોય પણ ઉપરવાસથી પાણીનો પ્રવાહ ચાલુ રહેતા ટંકારાનો બંગાવડી ડેમ 90 ટકા ભરાઇ ગયો હોવાની સત્તાવાર માહિતી મળી છે. 14.69 ફૂટની ઉફાઈ ધરાવતા બાંગાવડી ડેમમાં હાલ 113.235 એમસીએફટી જળ જથ્થો છે. હાલ ડેમમાં 134.16 ક્યુસેક પાણી આવક હોય હવે આ ડેમ ઓવરફ્લો થવાની શકયતા હોવાથી ટંકારા અને જોડિયાના બંગાવડી, ટીંબડી અને રસનાળ ગામને એલર્ટ કરી ગ્રામજનોને નદીના પટમાં ન અવરજવર કરવાની સૂચના આપવામાં આવી છે.

- text

- text