ટંકારાના ધ્રોલિયા ગામ નજીક રબ્બર ફેકટરીમાં આગ

- text


વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં આગ લાગી : મોરબી તેમજ રાજકોટ ફાયર બ્રિગેડના બે ફાયર ફાયટર દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયાસ

મોરબી : ટંકારા તાલુકાના મિતાણા -પડધરી રોડ ઉપર ધ્રોલિયા ગામ નજીક આવેલ રબ્બર ફેકટરીમાં આજે વહેલી સવારે વિકરાળ આગ લગતા મોરબી અને રાજકોટ ફાયરબ્રિગેડ દ્વારા સતત બે ફાયર ફાયટરોથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં મિતાણા -પડધરી હાઇવે ઉપર આવેલા ધ્રોલિયા ગામ નજીક આવેલી ગ્રીનેસ્ટા રબ્બર એલએલપી નામની ફેકટરીમાં આજે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં આગ લગતા મોરબી અને રાજકોટ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા મોરબી અને રાજકોટથી ફાયર ફાયટરો દોડાવવામાં આવ્યા હતા.

વધુમાં મોરબી ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ રબ્બરના રોમટિરિયલના જથ્થામાં આગ લગતા થોડા સમયમાં જ આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કલાકો સુધી મોરબી અને રાજકોટના ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવામાં આવી હતી. જો કે આગની આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલો સાંપડ્યા નથી.

- text

- text