અણિયારી ટોલનાકેથી 425 પેટી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી લેતી એલસીબી

- text


ઓટો પાર્ટ્સની આડમાં હરિયાણાથી રોયલ ચેલેન્જ, ઓલ સિઝન અને મેકડોવેલ બ્રાન્ડ દારૂ મોરબીમાં ઠાલવવાનો પ્રયાસ નાકામ

મોરબી : હરિયાણાથી ઓટો પાર્ટ્સની આડમાં મોરબીમાં રોયલ ચેલેન્જ, ઓલ સિઝન અને મેકડોવેલ બ્રાન્ડ દારૂનો વિશાળ જથ્થો ઠાલવાઈ તે પૂર્વે જ મોરબી એલસીબી ટીમે અણિયારી ટોલનાકેથી 425 પેટી દારૂના જથ્થા સાથેનું કન્ટેનર ઝડપી લઇ 34.47 લાખના મુદામાલ સાથે એક શખ્સને દબોચી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ રામભાઈ મંઢ, નિરવભાઈ મકવાણા અને પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ ડાભીને મળેલ બાતમીને આધારે અણિયારી ટોલનાકે વોચ ગોઠવી અહીંથી પસાર થતા અશોક લેલન કન્ટેનર નંબર HR-55-V-4227ની અટકાવી તલાસી લેતા કન્ટેનરમાં હરીયાણાથી મોરબી લાવવામાં આવી રહેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

એલસીબી ટીમે આ કન્ટેનરમાંથી રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બોટલો નંગ 996 કિમત રૂ. 5,17,920, ઓલસીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-1704 કિમત રૂ.10,22,400 અને મેકડોવેલ્સ-1 કલેશન વ્હીસ્કીની બોટલો નંગ-2400 કિંમત રૂપીયા 9 લાખ, અશોક લેલન ટ્રક કન્ટેનર કિંમત રૂપિયા 10 લાખ, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-1 કિંમત રૂપિયા 5000 અને રોકડા રૂપીયા 1910 સહિત કુલ રૂપિયા 34,47,230નો મુદામાલ કબ્જે કરી આરોપી ત્રિલોકસીંગ ઓમસીંગ રાવત ઉ.29, રહે. રાજવા છીપોલા ગામ, બાડીયાવાસ તા. ભીમ જી.રાજસંમદ (રાજસ્થાન) વાળાની ધરપકડ કરી પ્રેમસીંગ રહે. હરીયાણા વાળાનું નામ ખોલાવ્યું હતું

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કોડ, ટેકનીકલ સેલ, AHTU સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ હતી.

- text

- text