મોરબીના ત્રાજપરમાં જુગાર રમતા ચાર મહિલા ઝડપાઇ

- text


મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ ચાર મહિલાઓને રોકડા રૂપિયા 7450 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે ત્રાજપર ખારી વિસ્તારમાં રામકુવા નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ જીગ્નાબેન રમેશભાઈ સાતોલા, ભાનુબેન અશોકભાઈ સનુરા, મંજુબેન ધીરૂભાઈ રાઠોડ અને મધુબેન રમેશભાઈ ગણેશીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 7450 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text