મોરબીના શક્તિપ્લોટમાં નેપાળી ચોકીદારે ચોરીને અંજામ આપ્યાનું ખુલ્યું : એક ઝડપાયો

- text


સીસીટીવીને આધારે ચોરીનો ભેદ ઉકેલાયો : નવા બની રહેલા બિલ્ડિંગમાં રહેતો એક ઝડપાયો, બે પકડવા ઉપર બાકી

મોરબી : મોરબીના શક્તિપ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાં થયેલ 2.15 લાખની ચોરીનો ભેદ સીટી એ ડિવિઝન પોલીસે ઉકેલી નાખી રોકડા રૂપિયા 90 હજારના મુદામાલ સાથે એક નેપાળી ચોકીદાર શખ્સને દબોચી લીધો છે. આ ચોરીને અંજામ આપવામાં અન્ય બે નેપાળી શખ્સોની પણ સંડોવણી ખુલી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર સેલના પેટ્રોલપંપ સામે 5-શક્તિપ્લોટમાં બેન્ક ઓફ બરોડાની બાજુમાં રહેતા સંજયભાઈ ભોગીભાઈ વોરા (મહાવીર ચશ્માઘરવાળા)ના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ઘરમાંથી રૂ. 1.75 લાખ રોકડા અને રૂ. 50 હજારની કિંમતની સોનાની બુટી તેમજ લેડીઝના 25 જોડી કપડા અને 1 મોબાઈલ સહિત 2.15 લાખની માલમતા ચોરી ગયા

દરમિયાન મકાનમા ઘરફોડ ચોરીના બનાવ મામલે મોરબી સીટી દ ડિવિઝન પોલીસના નગરદરવાજા ચોકી સ્ટાફ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા આજુબાજુના દુકાન તથા પેટ્રોલપંપના સી.સી.ટી.વી કેમેરા મારફતે જોતા મોરબીના રવાપર રોડ ઉપર સેલના પેટ્રોલપની બાજુમા નવા બની રહેલ WTC કોમ્પલેક્ષમાં બે ઇશમો શંકાસ્પદ રીતે જતા જોવામા આવ્યા હતા જેથી કોમ્પલેક્ષમાં તપાસ કરતા એક ઇશમ હાજર મળી આવતા તેને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા પોતે આ ચોરી કરવામાં સામેલ હોવાની કબુલાત આપી ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા 90 હજાર તથા રહેણાક મકાનનો લોક તોડવામા ઉપયોગમા લેવાયેલ લોખંડનો અણીવાળો સળીયો કાઢી આપ્યો હતો.

- text

વધુમાં પોલીસના હાથે પકડાયેલ આરોપી ચોકીદાર પ્રકાશભાઇ રાનેભાઇ ટમટતા, મુળ રહે સાફેવગર ગામ તા,મંગલસેન જી. અછામ, થાણા. ગોદાવરી. નેપાળ નામના શખ્સે ચોરીને અંજામ આપવામાં ઉતમભાઇ શાહી તેમજ વસંતભાઇ શાહી, રહે. બંને કાલીકોટ, નેપાળ વાળા સાથે હોવાની કબૂલાત આપતા પોલીસે બન્નેને ફરાર દર્શાવ્યા છે.

આ સફળ કામગીરી સીટી એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડયા, સર્વેલન્સ પીએઅસાઈ આર.પી.રાણા, એ.એસ.આઇ કિશોરદાન ગઢવી, જયપાલસિંહ ઝાલા, પો.હેડ કોન્સ કિશોરભાઇ પારઘી, મનસુખભાઇ દેગામડીયા, પો.કોન્સ આશિફભાઇ રાઉમા, ચકુભાઇ કલોતરા તથા અરજણભાઇ ગરીયા, તેજાભાઇ ગરચર, હિતેષભાઇ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, સાગરભાઇ લોખીલ, ધર્મેન્દ્રભાઇ વાઘડીયા, અરવિંદભાઇ ગડેશીયા, પ્રભાતભાઇ ગોહેલ તથા આશીષભાઇ ડાંગર વગેરે દ્વારા કરવામાં આવી હતી.

- text