નવલખી ફાટક પર ઓવરબ્રિજની કામગીરી બંધ મુદ્દે કોંગ્રેસની રસ્તા રોકો આંદોલનની ચીમકી

- text


ઓવરબ્રિજના કામ માટે નવલખી રોડ બંધ કર્યો હોવાથી વાહન ચાલકોને ફરી-ફરીને જવાની નોબત

મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખે માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી રોડ ખુલ્લો કરવાની માંગ કરી

મોરબી : નવલખી ફાટક પર ઓવરબ્રિજની કામગીરી બંધ ઘણા સમયથી બંધ હોય અને આ ઓવરબ્રિજની કામગીરી માટે આડશ મૂકીને નવલખી રોડ બંધ કરી દીધો હોવાથી લોકોને ફરી ફરીને જવું પડતું હોવાથી હાલ ઓવરબ્રિજનું કામ બંધ હોય આ રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે મોરબી તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ કાંતિલાલ ડી.પડસુંબિયાએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી છે. અન્યથા રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી છે.

રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબી કંડલા બાયપાસ રોડ પર નવલખી ફાટક ઉપર ગોકળગાયની ગતીએ ચાલતા ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પુર્ણ કરવી જોઇએ. આ ઓવરબ્રિજની કામગીરી ત્રણ વર્ષથી ચાલી રહી છે. જેને કારણે વાહન ધારકો, રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અધુરામાં નવલખી રોડની ચોકડી પર ઓવરબ્રિજનું કામ બંધ હોવા છતાય આડસ મુકીને નવલખી રોડ બંધ કરેલ છે. આ કામ છેલ્લા છ મહિનાથી બંધ કરેલ છે, જેના કારણે મોરબીથી પીપળીયા ચાર રસ્તા તરફ જવા વાળા વાહનો અને લોકોને ઓવરબ્રિજનાં છેડાથી ફરીને જવું પડે છે. આ કામ બંધ હોવા છતાય રસ્તા પર આડસ મુકેલ છે, જ્યારે કામ શરૂ થાય ત્યારે બંધ કરી દેજો. જો આ કામ બંધ છે. ત્યારે આડસ દુર નહી કરો તો આ રોડ પરના તમામ ગ્રામજનો રસ્તા રોકો આંદોલન કરી તંત્રને સતાધીશોને જગાડશે તેમ તેઓએ જણાવ્યું હતું.

- text

- text