મોરબીના જેતપર ગામે યુવાન ઉપર ખૂની હુમલો, ઘટનાના વિરોધમાં ગામ સજ્જડ બંધ

- text


ગાડી કેમ માથે નાખશ તેમ કહી આઠ શખ્સો ધોકા, પાઇપ, છરી વડે યુવાન ઉપર તૂટી પડ્યા : વારંવાર હુમલાઓની ઘટનાને લઈને ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ, ગ્રામજનોએ ગામ બંધ રાખી એસપી અને કલેકટરને આવેદન આપશે

મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે ગઇકાલે મોડી સાંજે યુવાન ઉપર ગાડી કેમ માથે નાખશ તેમ કહી આઠ શખ્સો ધોકા, પાઇપ, છરી વડે યુવાન ઉપર તૂટી પડ્યા હતા અને યુવાન ઉપર છરીથી ખૂની હુમલો.કરી તેની ગાડીમાં તોડફોડ કરતા આ ગંભીર બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને યુવાન ઉપર હુમલાના વિરોધમાં જેતપર ગામ આજે સજ્જડ બંધ રહ્યું હતું. વારંવાર હુમલાઓની ઘટનાને લઈને ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે. આથી ગ્રામજનોએ ગામ બંધ રાખી એસપી અને કલેકટરને આવેદન આપશે

મોરબીના જેતપર ગામે રહેતા રાજેશભાઇ ભુદરભાઈ પટેલ (ઉ.વ.37) એ આરોપી અબ્દુલભાઈ કૈડા, અબ્દુલભાઈનો દીકરો ભુરો, બીજો દીકરો ઈમ્તિયાઝ, અસલમભાઈ હનીફભાઈ, અબ્દુલભાઈનો ભત્રીજો અકિલ, બીજો ભત્રીજો શાહિદ, તુફાનભાઈ ઓસમાણભાઈ, હુસેન ઓસમાણભાઈ (રહે બધા જેતપર) સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીને આરોપીઓએ ગાડી કેમ માથે નાખશ તેમ કહી ગાળો આપી ફરિયાદીને તેમજ તેમની ગાડીમાં ધોકો માર્યો હતો. બાદમાં ગામના પાદરમાં આવેલ ચામુંડા પાનની દુકાન પાસે ફરિયાદી રાજેશભાઇ પોતાની ગાડીમાં બેઠા હતા. ત્યારે ઉપરોક્ત બાબતનો ખાર રાખી આઠેય આરોપીઓ અલગ અલગ ચાર મોટર સાયકલમાં હાથમાં છરી તેમજ ધોકા સાથે આવી ફરિયાદીની ગાડીમાં ધોકાથી તોડફોડ કરી હતી તેમજ રાજેશભાઇને છરી ઝીકીને ધોકાથી માર માર્યો હતો.

- text

ખૂની હુમલો.કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.જ્યારે હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા રાજેશભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવને પગલે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આ અંગે ગામના સરપંચ જેન્તીલાલ હિરજીભાઈ બોસિયાએ જણાવ્યું હતું કે, આરોપીઓ વારંવાર નાની મોટી માથાકૂટ કરીને હુમલો કરવાની ટેવવાળા હોય અને ગઈકાલે હદ કરી નાખી હતી. ગામના માથાભારે આઠ જેટલા શખ્સોએ યુવાનને ત્રણ છરીના ઘા ઝીકી મારી નાખવાની કોશિશ કરી હતી. ગામના પાદરે યુવાન ઉપર હુમલો થતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા.પણ ત્યાં સુધીમાં આરોપીઓ ભાગી ગયા હતા. આથી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આજે જેતપર ગામ સજ્જડ બંધ રહ્યું છે. ગ્રામજનોએ આજે પોતાના વેપાર ધંધા બંધ રાખી આ ઘટનાને વખોડી કાઢી બપોરે એસપી અને કલેકટરને આવેદન પાઠવશે.

મોડીરાત્રે આ બનાવની ફરિયાદ નોંધાઇ હોય તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ગંભીર બનાવ હોવાથી તાલુકા પોલીસે જેતપર ગામે દોડી જઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.

 

- text