હળવદમાં પરંપરાગત જન્માષ્ટમીની શોભાયાત્રા વાજતે ગાજતે હર્ષોલ્લાસ સાથે સંપન્ન

- text


શોભાયાત્રા પૂર્ણાહુતિ સમયે અનુસૂચિત સમાજની બાળાઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ mની આરતી ઉતારી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું

હળવદ : વિશ્વહિન્દૂ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત 34 મી શોભાયાત્રા આ શોભાયાત્રા રાધા કૃષ્ણ મંદિર મોરબી દરવાજા થી પ્રસ્થાન કરી હળવદ શહેર માં મુખ્ય માર્ગો થઈ આંબેડકર સર્કલ સુધી પહોંચેલ આ શોભાયાત્રા માં 15 થી વધુ ફ્લોટ્સ રાસમંડળી લાઠીદાવ તલવાર બાજી અંગકસરત ના દાવ ગામ ના યુવાનો તેમજ શિશુ મંદિર ની બાળાઓ દ્વારા રાસ તેમજ અંગ કસરત ના કરતબ રજૂ કરેલ તેમજ શોભાયાત્રા ના સમાપન માં નાળીયા સમાજ ની બાળાઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ની આરતી ઉતારી હિંદવા સહોદરા ન હિન્દૂ પતિત ભવે ના સૂત્ર ને સાર્થક કરતો સમરસતા નો સંદેશ સમાજ માં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ આ કાર્યક્રમ માં વિવિધ રાજકીય ધાર્મિક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેલ અને હૈયે હૈયું દળાય તેવું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું

- text

આ શોભાયાત્રા ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી અને પોલીસ જવાનો એ કાયદો અને વ્યવસ્થા જાળવી હતી અને હળવદ નગરપાલિકા સ્વચ્છતા સૈનિકો દ્વારા શોભાયત્રા ના રૂટ પર સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું

- text