વાંકાનેરના સમથેરવા, સરતાનપર અને લીંબાળામાં જુગાર દરોડામાં 15 પતાપ્રેમી ઝડપાયા

- text


વાંકાનેર સીટી અને તાલુકા પોલીસની જુગારના દુષણ સામે કાર્યવાહી 

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા પોલીસે ગઈકાલે સમથેરવા, સરતાનપર અને લીંબાળા ગામે જુગાર અંગે અલગ અલગ ત્રણ દરોડામાં 15 જુગારીઓને રંગે હાથ ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

જુગાર અંગેના દરોડામાં વાંકાનેર સીટી પોલીસ ટીમે લીંબાળા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા નવઘણભાઈ કાળુભાઈ ભોરણીયા, ચંદુભાઈ ખોડાભાઈ દલસાણીયા, મહેશભાઈ ભુપતભાઈ સીતાપરા, સુનિલભાઈ પ્રવિણભાઈ દલસાણીયા, લક્ષ્મણભાઈ મેરામભાઈ ઈંદરપા, રવિભાઈ અમરશીભાઈ ભોરણીયા, બાબુભાઈ લખાભાઈ સીતાપરા રહે. બધા લીંબાળા વાળાને ઝડપી લઇ રોકડા રૂપિયા 3870 કબ્જે લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે સમથેરવા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા પરતબતભાઇ ભુપતભાઇ ફીચડીયા,ન અજય હનુભાઇ ફીચડીયા, સંજય ભાવેશભાઇ સરાવાડીયા અને સુરેશભાઇ ભરતભાઇ ફીચડીયાને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,700 કબ્જે કર્યા હતા.

આ ઉપરાંત અન્ય એક દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર ગામે દરોડો પાડી જાહેરમાં તીનપતિ રમી રહેલા મહેશભાઇ ઉર્ફે જીવણ બચુભાઇ સીંહોરા, કાનાભાઇ નાનજીભાઇ દેકાવડીયા, નીતેશભાઇ રામજીભાઇ સરાવાડીયા અને સુનીલભાઇ ચતુરભાઇ ઉડેસાને ઝડપી લઈ રોકડા રૂપિયા 5200 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text