સખી મંડળની મિટિંગમાં જવાનું કહીને નીકળેલી હરબટિયાળીની યુવતી લાપતા

- text


ટંકારા : ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે રહેતી ભાગ્યશ્રીબેન મંગાભાઇ સોલંકી, ઉ.31 નામની યુવતી ગત તા.9 ઓગસ્ટના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામા ઘેરથી સખી મંડળની મિટિંગમાં જવાનું કહીને નીકળ્યા બાદ પરત ઘેર ન આવતા ટંકારા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવવામાં આવી છે. ભાગ્યશ્રીબેને ક્રીમ કલરની કુર્તી તેમજ મંહેદી કલરની ચોયણી પહેરેલ હતી અને શરીરે મજબુત બાંધાની મોઢુ ગોળ, ધઉ વર્ણ તેમજ ઉચાઇ પાચ ફુટની હોવાનું જાહેર કરાયું છે.

- text

- text