ટંકારા તાલુકા સરપંચ એસોિયેશનની રચના કરી નવા હોદેદારોની વરણી કરાઈ

- text


ટંકારા : ટંકારા તાલુકાના ગામોના સરપંચોની એક અગત્યની મિટિંગ મળી હતી. જેમાં ટંકારા તાલુકા સરપંચ એસોિયેશનની રચના કરી નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી.

પ્રભુચરણ આશ્રમ ટંકારા ખાતે ટંકારા તાલુકાના ગામોના સરપંચોની મિટિંગ મળી હતી. જેમાં ટંકારા તાલુકા સરપંચ અશોશિયન બનાવવામાં આવેલ અને મિટિંગમાં સર્વાનુમતે પ્રમૂખ તરીકે વિરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયાની વરણી કરવામા આવેલ તેમજ ઉપપ્રમુખ તરીકે હરબટીયારીના સરપંચ સરોજબેન સંઘાણી અને કારોબારી સભ્ય તરીકે
(૧) ગોરધનભાઈ ખોખાણી – ટંકારા સરપંચ (૨) સોનલબેન રાણસરિયા – હડમતીયા સરપંચ (૩) રમેશભાઈ કુંડારિયા – નસિતપર સરપંચ (૪) સામજીભાઈ ઢેઢી- સરાયા સરપંચ (૫) કનકસિંહ ઝાલા – નેકનામ સરપંચ (૬)જુવાનસિંહ ઝાલા – મોટા ખીજડીયા સરપંચની વરણી કરવામાં આવી હતી.

- text

- text