અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આજે મહિલાઓને લગતી ગેરન્ટી આપશે

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

મોરબી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે મિશન 2022 અંતર્ગત અરવિંદ કેજરીવાલ ફરી અમદાવાદ આવી પહોંચ્યા છે. આ અમદાવાદમાં તેમનો ચોથો પ્રવાસ છે ત્યારે આજે મહિલા મતદારોને રીઝવવાના હેતુસર કેટલીક જાહેરાત સાંજે યોજાઈ રહેલા કાર્યક્રમની અંદર કરી શકે છે. અત્યાર સુધી અરવિંદ કેદરીવાલે વેપારીઓ, યુવાનોને ગેરન્ટી આપી છે ત્યારે આજે મહિલાઓને ગેરન્ટી આપશે.

અમદાવાદમાં વૈષ્ણોદેવી પાસે યોજાઈ રહેલા કાર્યક્રમની અંદર અરવિંદ કેજરીવાલ મહત્વની ગેરન્ટી આપશે.ગુજરાતનો આ વખતનો પ્રવાસ બાસકાંઠા, પાલનપુર ખાતે યોજવામાં આવવાનો હતો પરંતુ અરવિંદ કેજરીવાલનો આ કાર્યક્રમ હવે અમદાવાદ ખાતે ફેરવવામાં આવ્યો છે.આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં મહિલાઓને આમંત્રણ આપવામાં આવ્યું હોવાની વિગતો પણ મળી રહી છે. જેથી આ વખતી ગેરન્ટી ખાસ રહેવાની પણ શક્યાતો છે.

- text

અગાઉ ગુજરાતની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે ઝેરી દારુકાંડ, બેરોજગારીને લઈને સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા.આ પહેલા અરવિંદ કેજરીવાલના ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત સહીત મોટાભાગના ક્ષેત્રેમાં પ્રવાસ યોજાઈ ચૂક્યા છે. ત્યારે અમદાવાદમાં સૌથી પહેલા તેમને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તિરંગા યાત્રાની શરુઆત કરી હતી. ત્યારે ફરી અમદાવાદમાં તેઓ આવી ચૂક્યા છે.

- text