મોરબીના પીપળી નજીક વ્હિસ્કી અને વોડકાની 12 બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે જેતપર હાઇવે ઉપર પીપળી ગામ નજીકથી મોટર સાયકલ ઉપર વ્હિસ્કી અને વોડકાની 12 બોટલ લઈને નીકળેલા શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે જેતપર હાઇવે ઉપર પીપળી નજીકથી પ્રવિણભાઇ લખમણભાઇ સાલાણી, રહે-હાલ મોરબી જેતપર હાઇવે રોડ પીપળી મારૂતી પાર્ક સોસાયટી, મુળ રહે-ખીજડીયા વાઢ ભીમસર તા-રાપર જી-ભુજ (કચ્છ) વાળાને મેકડોવેલ નંબર-વનની બોટલ નંગ-4 અને વાઇટ લેસ વોડકા ઓરેન્જ ફલેવરની બોટલ નંગ-8 કિમત રૂપિયા-3900 તેમજ રૂપિયા 20 હજારનું મોટર સાયકલ મળી કુલ રૂપિયા 23,900ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text