ટંકારામાં પુસ્તક પરબ દ્વારા યોજાયો “કસુંબલ રંગ” કાર્યક્રમ

- text


80 જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ સ્વાતંત્ર્ય સેનાનીઓને કાગળ પર કંડાર્યા

ટંકારા : આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ચાલતા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પુસ્તક પરબ દ્વારા “કસુંબલ રંગ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દેશ માટે પોતાની જાન ન્યોછાવર કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના ચિત્રો દોરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં 80 જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ સ્વાતંત્ર્ય સેનાનીઓને કાગળ પર કંડાર્યા હતા.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હાલમાં હર ઘર તિરંગા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેના અનુસંધાને ટંકારામાં 2 વર્ષ થી કાર્યરત પુસ્તક પરબ ટીમ દ્વારા તા.7ના રોજ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવા દેશભક્તિનો કાર્યક્રમ યોજાઈ ગયો.જેમાં 6 થી 14 વર્ષ અને 15 થી 21 વર્ષ એમ 2 વિભાગમાં બાળકો માટે સ્વાતંત્ર્ય સેનાનીઓના ચિત્રોને કાગળમાં કંડારવાની સ્પર્ધા યોજવામાં આવી હતી.જેનું નામ આપવામાં આવ્યું હતું “કસુંબલ રંગ”.આ સ્પર્ધામાં 80 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેણે ભગતસિંહ,સરદાર પટેલ,ચંદ્રશેખર આઝાદ,રાણી લક્ષ્મીબાઈ વગેરે સ્વાતંત્ર્ય સેનાનીઓના ચિત્રોને પોતાની આગવી કલાથી કાગળમાં કંડારી હતી.

સ્પર્ધાના નિર્ણાયક તરીકે ઓરપેટ સ્કૂલના પ્રિન્સિપાલ અસ્મિતાબેન ગામી તેમજ ટંકારાના નિવૃત શિક્ષક તુલસીભાઈ દુબરીયાએ સેવા આપી હતી.પુસ્તક પરબના એક અલગ કાર્યને નવાજવા તેમજ સ્પર્ધકોના મહાકુંભને નિહાળવા ટંકારાની આજુ બાજુની શાળાના બાળકોએ તથા ટંકારાની પુસ્તક પ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં મુલાકાત લીધી હતી.સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા તેમજ નવાચારને બિરદાવવા લજાઈથી પધારેલા મસોત મયંકભાઈ દયારામભાઈએ તેમના પુત્ર રિધમના જન્મદિવસની ઊજવણીના ભાગ રૂપે પુસ્તક પરબને રૂ.7101 ભેટમાં આપી સમાજને એક અલગ રાહ ચીંધી હતી.

- text

ગત વર્ષે પણ આ પરિવારે પરબને રૂ.10,000 પુસ્તકની ખરીદી માટે આપ્યા હતા. આમ બાળકોના જન્મદિવસ આ રીતે પણ ઉજવી શકાય તેવો એક નવો વિચાર સમાજને આપ્યો હતો.આ કાર્યક્રમનું આયોજન તેમજ સંચાલન સાંચલા ગીતાબેન,કલ્પેશભાઈ ફેફર,પરેશભાઈ નમેરા તેમજ ધવલભાઈ દેસાઈ, ભાવેશભાઈ કોશિયા, ગાયત્રીબેન વરમોરા તેમજ હિરલબેન પનારા દ્વારા કરી કાર્યક્રમની સફળતાને ચાર ચાંદ લગાવી દીધા હતા.

- text